Connect with us

Updates

Train Driver: ક્યારેય વિચાર્યું છે કે હજારો મુસાફરો ભરેલી ટ્રેનનો ડ્રાઈવર ઊંઘી જાય તો શું થશે? શું નોન સ્ટોપ દોડવા લાગશે રેલ? અત્યારે જ ક્લિક કરો જાણી લો

Published

on

Train Driver o

Train Driver: કરોડો લોકો ટ્રેન મારફતે મુસાફરી કરે છે. ટ્રેન એક એવું સાધન છે જેમાં અમીર અને ગરીબ બંને મુસાફરી કરી શકે છે. પરંતુ શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે, જો ટ્રેન ચલાવતો ડ્રાઈવર ચાલતી ટ્રેનમાં ઊંઘી જાય તો શું થશે? જીવ જશે… અથવા જીવ બચી જશે? કદાચ આ પ્રશ્ન તમારા મનમાં કોઈને કોઈ સમયે આવ્યો હશે. જો હા… તો અમે તમને જણાવીએ દઈએ કે, આવી સ્થિતિમાં શું થાય છે. ઉલ્લેખનીય છે કે, પેસેન્જર કેરિયર ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુરક્ષાને લઈને ડ્રાઈવરની જવાબદારી વધી જાય છે.

જો આપણે ભારતીય રેલ નેટવર્ક વિશે વાત કરીએ, તો તે એટલું મોટું છે કે તે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કની યાદીમાં ચોથા નંબરે આવે છે, જ્યારે તે એશિયામાં બીજા નંબરે આવે છે.

જો ટ્રેન ચલાવતા સમયે ડ્રાઈવરને ઊંઘ આવી જાય તો

ઘણીવાર તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જોયું હશે કે ટ્રેનમાં બે ડ્રાઈવર હોય છે, આ બે ડ્રાઈવરની મદદથી હજારો મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચે છે. ટ્રેનના મુખ્ય ડ્રાઈવરને લોકો પાઈલટ અને તેના સહાયકને આસિસ્ટન્ટ લોકો પાઈલટ કહેવામાં આવે છે. જો ટ્રેન ચલાવતી વખતે લોકો પાયલોટ ઊંઘી જાય અથવા બિમાર થઈ જાય, તો સહાયક લોકો પાઈલટ ટ્રેનની કમાન્ડ લે છે અને તેને આગલા સ્ટેશન સુધી લઈ જાય છે.

જો બીજા ડ્રાઈવરને પણ ઊંઘી જાય તો

આ તો એક ડ્રાઈવરની વાત છે, પરંતુ જો બીજો ડ્રાઈવર એટલે કે આસિસ્ટન્ટ લોકો પાઈલટ પણ ઊંઘી જશે તો શું થશે. ટ્રેન પાટા પરથી ઉતરશે અથવા નોન-સ્ટોપ દોડશે? ગભરાવાની બિલકુલ જરૂર નથી, આ બેમાંથી કંઈ નહીં થાય… તમારા જીવનની સુરક્ષા માટે રેલવેએ ખૂબ જ ખાસ વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચો: બેન્ચનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અડધો ગુજરાતમાં, 4 ભાષામાં માઈકમાં એનાઉન્સમેન્ટ થાય છે

જાણો રેલવેની આ તકનીક વિશે

તેના માટે રેલવેએ ટ્રેનના એન્જિનમાં ‘વિજિલન્સ કંટ્રોલ ડિવાઈસ’ લગાવ્યું છે. ટ્રેનના એન્જિનમાં લગાવવામાં આવેલ આ ડિવાઈસ એ વાતને ધ્યાનમાં રાખે છે કે, જો ડ્રાઈવરે એક મિનિટ સુધી રિએક્ટ ન કર્યું હોય તો 17 સેકન્ડની અંદર ઓડિયો વિઝ્યુઅલ ઈંડિકેશન આવે છે. ડ્રાઈવરે તેને એક બટન દબાવીને સ્વીકારવું પડશે. જો ડ્રાઈવર આ ઈંડિકેશનનો જવાબ નથી આપતો, તો 17 સેકન્ડ પછી ઓટોમેટિક બ્રેક લાગવાનુ શરૂ થઈ જાય છે.

વિજીલન્સ કન્ટ્રોલ ડિવાઈસ કેવી રીતે કરે છે કામ

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ લોકો પાઈલટ ટ્રેન ચલાવે છે, ત્યારે તેણે થોડી જ વારમાં તેની સ્પીડ વધારવી અથવા ઓછી કરવી પડે છે. આ સિવાય હોર્ન પણ આપવાનું હોય છે. આમ કરવાથી ટ્રેનના એન્જિનમાં લાગેલી સિસ્ટમ સમજે છે કે, લોકો પાઈલટ જાગ્યો છે અને ટ્રેન સંપૂર્ણ સલામતી સાથે આગળ વધી રહી છે. જો ટ્રેનનો પાઈલોટ 1 મિનિટ સુધી કોઈ હિલચાલ ન કરે તો એન્જિનમાં લાગેલું ડિવાઈસ સક્રિય થઈ જાય છે.

આ પણ વાંચો: એક લિટર ફ્યૂલમાં કેટલું માઇલેજ આપે છે પ્લેન, જાણો એરોપ્લેનનું માઈલેજ

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending