અમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ એડિશન લોન્ચ, હવે ફિલ્મ અને વેબસિરીઝ જોઈ શકશો

અમેઝોન દ્વારા 599 રૂપિયામાં એક નવો પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન એન્યુઅલ પ્લાન લોન્ચ કર્યો છે.

આ એક સિંગલ યુઝ પ્લાન છે, જેમાં નવી ફિલ્મો, અમેઝોન ઓરિજિનલ, લાઇવ ક્રિકેટ અને બીજું ઘણું જોવા મળશે

અમેઝોન પ્રાઇમ વીડિયો પહેલાં આ પ્રકારના પ્લાન Disney+ Hotstar અને Netflix બંને OTT પ્લેટફોર્મ લોન્ચ કરી ચૂક્યા છે

કંપની આ પ્લાન દ્વારા અમેઝોનના યુઝર્સ વધારી શકે છે

અમેઝોન પ્રાઇમ વીડિયોની સ્ટાન્ડર્ડ મેમ્બરશિપનો ખર્ચ વાર્ષિક 1,499 રૂપિયા છે.

Amazon.in પર ફ્રી ફાસ્ટ ડિલિવરી, પ્રાઇમ મ્યુઝિક સાથે એડ-ફ્રી મ્યુઝિક અને પ્રાઇમ રીડિંગ સહિત અન્ય તમામ પ્રાઇમ લાભો રૂ. 1,499ના પ્લાન સાથે ઓફર કરવામાં આવે છે

અમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ એડિશન લોન્ચ, હવે ફિલ્મ અને વેબસિરીઝ જોઈ શકશો