Updates
યુનિફોર્મ સિવિલ કોર્ડ મામલે હાઈકોર્ટે કહ્યું- રાજ્યોમાં સમિતિની રચના થયા તો ખોટું શું છે?

સુપ્રીમ કોર્ટમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડને લગતી અરજીને ફગાવી દીધી છે એવી સમાચાર મળી રહ્યા છે. અરજદારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને પડકાર્યો હતો. જોકે અરજદારની આ અરજીને ફગાવી દેતા CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, તેમાં શું ખોટું છે? યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતા પહેલા તેની સાથે સંબંધિત દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે: હાઈકોર્ટ
આપણે જણાવી દઈએ કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવા માટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમિતિઓની રચના કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. CJI જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે સોમવારે અરજી પર સુનાવણી હાથ ધરી હતી. CJI જસ્ટિસ ચંદ્રચૂડે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે, તેમાં ખોટું શું છે? બંધારણની કલમ 162 હેઠળ રાજ્યોને સમિતિઓ બનાવવાનો અધિકાર છે. આને પડકારી શકાય નહીં. આ ટીપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે ગુજરાત અને ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના દરેક પાસાઓ પર વિચારણા કરવા માટે રચાયેલી સમિતિ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો:વર્ષ 2022માં રાજ્યના 12.72 લાખ લોકોએ 108 એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ લીધો
ભાજપના રામ મંદિર, કલમ-370 બાદ UCCનો મુદ્દો:
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભાજપના મુખ્ય ચૂંટણી મુદ્દાઓમાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ અને દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણનો સમાવેશ થાય છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવામાં આવી છે. હવે માત્ર UCCનો મુદ્દો જ બચ્યો છે. નોંધનીય છે કે, ભાજપ એ તરફેણમાં છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈ અલગ વ્યવસ્થા ન હોવી જોઈએ. લગ્ન, છૂટાછેડા અને મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન વ્યવસ્થા હોવી જોઈએ.
આ પણ વાંચો:AI માત્ર એક ટ્રેલર છે… આ ટેક્નોલોજી બદલશે દુનિયા, જાણીને આશ્ચર્ય થશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23