Connect with us

Updates

ઓસ્કર, 2023 માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ શોર્ટલિસ્ટ, બેસ્ટ એક્ટર કેટેગરી આ અભિનેતા સામેલ

Published

on

'The Kashmir Files' shortlist for Oscars

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઓસ્કર, 2023 માટે શોર્ટલિસ્ટ થઈ છે. આ અંગે ફિલ્મના દિર્ગદર્શન વિકે અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા થકી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ ફિલ્મના કલાકાર અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર તમામને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યા છે. એવી માહિતી આપી હતી.

આપણે જણાવી દઈએ કે, 10 જાન્યુઆરીએ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કર-2023 એટલે કે 95મા એકેડેમી એવોર્ડ માટે પસંદ કરાયેલી ફિલ્મોની યાદી બહાર પાડી છે. આ વખતે વિશ્વભરમાંથી 301 ફીચર ફિલ્મ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે, જેમાંથી 5 ફિલ્મ ભારતની છે. આ 5 ફિલ્મોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નામ પણ સામેલ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરી કહ્યું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ધ એકેડમીની પ્રથમ યાદીમાં ઓસ્કાર-2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે ભારતની 5 ફિલ્મોમાંની એક છે. હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભારતીય સિનેમા માટે એક મહાન વર્ષ. મહાન વર્ષ’

શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં અનુપમ ખેર શોર્ટલિસ્ટ 

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું કે, ધ કાશ્મીર ફાઇલ્સ એક્ટર્સ પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર બધાને બેસ્ટ એક્ટર કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અનુપમ ખેર સહિત અન્ય કલાકારોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, 95મો એકેડેમી એવોર્ડ 12 માર્ચ, 2023ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. ટીવી પ્રસ્તુતકર્તા જિમી કિમેલ આ વર્ષે ઓસ્કાર હોસ્ટ કરશે એવા સમાચાર છે.

ઓસ્કર માટે આ 5 ફિલ્મ મોકલાઈ હતી

આ વર્ષે ભારતમાંથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ઉપરાંત, ઓસ્કર 2023ની શોર્ટલિસ્ટમાં એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’, ઋષભ શેટ્ટીની ‘કંતારા’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સાથે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ પણ સામેલ છે.

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending