Connect with us

Updates

T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ: 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં , 500થી 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ

Published

on

T20 match ticket booking started o

T20 મેચની ટિકિટનું બુકિંગ શરૂ: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવવાની છે. T20મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે જેને લઈ હવે ક્રિકેટરસિકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને પોતાની ટિકિટ મેળવી શકશે. 2500થી વધારે લોકોએ ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

ટિકિટનો ભાવ 1000 રૂપિયા

ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K-L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ 500 રૂપિયા રહેશે. મેદાનના ચારેતરફ આવેલા B-C-E- F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.

એક ટિકિટ 10,000 રૂપિયામાં

મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D- E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જયારે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે.

ફિઝિકલ વેચાણ બંધ

GCAના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી bookmyshowમાં ઓનલાઈન ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં. Bookmyshow મારફતે ટિકિટ બુક કરી અને ટિકિટ હોમ ડિલિવરી પણ મેળવી શકશે. તેઓએ બુકિંગ ચાર્જ આપવાનો રહેશે.

સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાશે

ટિકિટ બુક કરાવનાર વ્યક્તિને ક્યાંથી ટિકિટ મેળવવાની રહેશે તેની જાણ કરવામાં આવશે. 1 લાખથી વધુ કેપેસિટી ધરાવતા આ સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મેચ જોવા માટે ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે

સોર્સ : દિવ્ય ભાસ્કર

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending