Connect with us

Updates

સ્વામી વિવેકાનંદજીના વિચારો યુવાનો સુધી પહોંચાડવા ‘સ્વામી વિવેકાનંદ સર્કિટ’ બનશે

Published

on

Swami Vivekananda Circuit

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ સાથે રાજ્ય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી  રાઘવજી પટેલ,  બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

યુવાનોના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત ગણાતા સ્વામી વિવેકાનંદજીની સ્મૃતિમાં રાજ્ય સરકાર આગામી દિવસોમાં સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવશે તેવી ચર્ચા છે. આ અંગે પ્રવાસન વિભાગને જવાબદારી પણ સોંપવામાં આવી છે. જ્યારે પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના 8 સ્થળોની પસંદગી કરવામાં આવી હોવાની માહિતી પણ મળી છે. મીડિયા અહેવાલ મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની એવી જગ્યોની પસંદગી કરાઈ છે કે જ્યાં સ્વામીજીએ પ્રવાસ કર્યો હતો. આ આઠેય જગ્યાએ સરકારે સ્વામી વિવેકાનંદ મઠ બનાવવાનું નક્કી કર્યું હોવાનું જણવા મળ્યું છે. 

આ પણ વાંચો: હેપી હોર્મોન્સને કેવી રીતે બૂસ્ટ કરવું

 કચ્છ-સૌરાષ્ટ્રના જુદા-જુદા આઠ સ્થળોની પસંદગી

ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલ સરકારે પહેલીવાર સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ માટે પ્રવાસન વિભાગને સૂચના અપાઈ છે. માહિતી મુજબ, પ્રવાસન વિભાગે તૈયાર પણ શરૂ કરી દીધી છે. સ્વામી વિવેકાનંદ સર્કિટને લઈ કચ્છ-સૌરાષ્ટ્રના જુદા-જુદા આઠ સ્થળોએ અંતર્ગત વિકાસ કાર્યો કરવામાં આવશે. સ્વામી વિવેકાનંદજીના જીવન સિદ્ધાંતો અને વિચારોથી દેશના યુવાનો પ્રેરણા લે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 

આ પણ વાંચો: પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાના ફાયદા,જાણો પુસ્તકો તમારું જીવન કેવી રીતે બદલી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending