Connect with us

Updates

ODI Cricket: રોહિત શર્મા બની ગયા સિક્સર કિંગ, તોડી દીધો મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ

Published

on

Rohit Sharma became the Sixer King

ODI Cricket: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદ વનડેમાં ધમાકેદાર શરૂઆત કરી અને બે શાનદાર સિક્સર ફટકારી. આ સાથે રોહિત શર્માએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

વાસ્તવમાં, રોહિત શર્મા ભારતની ધરતી પર ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી.

રોહિતે તોડ્યો ધોનીનો આ રેકોર્ડ 

આ મેચમાં રોહિતે 38 બોલમાં 34 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે રોહિત શર્માએ વનડેમાં ભારતીય ધરતી પર કુલ 125 સિક્સર ફટકારી છે. તે ભારતમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તેણે ધોનીનો રેકોર્ડ તોડ્યો, જેણે ભારતમાં 130 વનડેમાં 123 સિક્સ ફટકારી હતી.

ભારતની ધરતી પર વનડેમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ

ભારતમાં રામાતી વનડે મેચોમાં રોહિત શર્માએ 125 છગ્ગા ફટકાર્યા છે તો એમએસ ધોનીએ 123 છગ્ગા, સચિન તેંડુલકરે 71 છગ્ગા, વિરાટ કોહલીએ 66 છગ્ગા અને યુવરાજ સિંહે 65 છગ્ગા ફટકાર્યા છે. 

રોહિતના વનડેમાં અત્યાર સુધીમાં ફટકાર્યા કુલ 265 સિક્સર 

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હાલમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. આફ્રિદીએ અત્યાર સુધી 398 વનડેમાં 351 સિક્સર ફટકારી છે. જ્યારે રોહિત શર્મા 239 વનડેમાં 265 છગ્ગા ફટકારીને ચોથા નંબર પર છે. ધોનીએ કુલ 229 સિક્સર ફટકારી છે.

પ્રથમ વનડે માટે ભારત-ન્યૂઝીલેન્ડની ટીમો

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (કેપ્ટન/વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, હેનરી શિપલી, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending