Connect with us

Updates

G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

Published

on

Preparations for the G-20 Summit in Gujarat are in full swing

2022 પૂર્ણ થવાને આરે છે ત્યારે 2023માં જી 20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આ સંમેલનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અને અમદાવાદમાં તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત ભારત આ પ્રકારે જી 20 સંમેલનનું પ્રતિનિધીત્વ કરવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સ્થળે બેઠકોનો દોર શરુ થશે. અમદાવાદમાં 2023માં યોજાનારી G-20 કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાથી લઈને VIP સુરક્ષાની તાલીમ આપવામાં આવી રહી છે.  G-20 સમિટ દરમિયાન, વિદેશી મહેમાનોથી લઈને VVIP સુધી G-20 પરિષદની બેઠક માટે ભારત આવવાના છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને સુરક્ષા જવાનોને તાલીમ આપી રહી છે.

અહીં થશે બેઠકો 
વર્ષ 2023માં જી-20 સમિટ ગુજરાતના ઉંબરે યોજાવા જઈ રહી છે. જે અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડો કચ્છ સહિતના સ્થળોએ આ બેઠકો યોજાશે. આ બેઠકોમાં વિદેશથી વીવીઆઈપી મહેમાનો ભારત આવશે.

સુરક્ષાને લઈને આ તૈયારીઓ 
G-20 સમિટ દરમિયાન, વિદેશી મહેમાનોથી લઈને VVIP લોકો G-20 સમિટની બેઠક માટે ભારત આવશે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી અને BSF જવાનોને તાલીમ આપી રહી છે. જેમાં 33 પોલીસ અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ 13 થી 18 ડિસેમ્બર દરમિયાન આપવામાં આવશે. જેમાં સીએમ સિક્યુરીટી અને ચેતક કમાન્ડો દ્વારા લાઈવ ડ્રીલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. VVIP સિક્યોરિટી કેવી રીતે કરવી અને મુશ્કેલીના સમયે કેવી રીતે કાળજી રાખવી તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે,નવા સંશોધનથી ડરી દુનિયા, પરિસ્થિતિ ખતરનાક

તેમજ મુખ્યમંત્રી સહિતના VVIP મહેમાનોની સુરક્ષા કેવી રીતે કરવી, VVIPને કેવી સુવિધા આપવી તેમને સુરક્ષિત રીતે કેવી રીતે લઇ જવા તેનો લાઇવ ડેમો આપવામાં આવ્યો હતો. આ સાથે જ ચેતક કમાન્ડો દ્વારા મોટી ઈમારતો પરથી લાઈવ ડેમો આપવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો: ફટકો / ગુટખા-પાન મસાલા પર લાગશે 38 ટકા વિશેષ ટેક્સ! સમિતિએ રજૂ કર્યો પ્રસ્તાવ

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending