Updates
Pradhan mantri suraksha yojana: મોદી સરકારની શાનદાર સ્કીમ, 20 રૂપિયામાં થશે 2 લાખ રૂપિયાનો ફાયદો

Pradhan mantri suraksha yojana: કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર લોકોને વિવિધ પ્રકારના લાભો આપી રહી છે. તેમાંની એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan mantri suraksha yojana) છે. આ યોજના દ્વારા લોકોને વીમા કવરેજ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ એક વર્ષની અકસ્માત વીમા યોજના છે, જે અકસ્માતને કારણે મૃત્યુ અથવા અપંગતા માટે કવરેજ ઓફર કરે છે અને દર વર્ષે નવીનીકરણ કરી શકાય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 18 – 70 વર્ષની વય જૂથની વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકે છે
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, 18 – 70 વર્ષની વય જૂથની વ્યક્તિઓ જેમની પાસે બચત બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું છે તેઓ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજના હેઠળ મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવે છે. તે જ સમયે, આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવે છે. તે જ સમયે, આ યોજનામાં રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ બેંક એકાઉન્ટની સાથે પ્રાથમિક KYC હશે.
પ્રીમિયમ તરીકે 20 રૂપિયા પ્રતિ વર્ષ કાપવામાં આવશે
આ યોજના હેઠળ પ્રીમિયમ પણ ચૂકવવાનું છે. આ યોજના હેઠળ, ખાતાધારકના બેંક ખાતામાંથી ‘ઓટો-ડેબિટ’ સુવિધાના માધ્યમથી એક હપ્તામાં 20 રૂપિયા પ્રતિ વર્ષ કાપવામાં આવશે. આ યોજના જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અથવા અન્ય કોઈપણ સામાન્ય વીમા કંપની દ્વારા ઓફર કરવામાં આવી રહી છે.
પીએમએસબીવાય (PMSBY) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની રીત ?
ગ્રાહકો પીએમએસબીવાય (PMSBY) નો વિકલ્પ પસંદ કરવા માટે બેંક અથવા વીમા કંપનીઓમાંથી કોઈ એકનો સંપર્ક કરી શકાય છે.
મોટાભાગની પ્રતિષ્ઠિત બેંકો ગ્રાહકોને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા પોલિસીનો લાભ લેવાની મંજૂરી આપે છે.
ગ્રાહકે ઈન્ટરનેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગીન કરીને સ્કીમ માટે રજિસ્ટર કરવાની જરૂર છે.
આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23