Connect with us

Updates

Post Office Scheme 2023: ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ, નજીકની પોસ્ટ ઓફિસની અત્યારે જ લો મુલાકાત

Published

on

Post Office Scheme 2023

Post Office Scheme 2023: જો તમે એવી સ્કીમ શોધી રહ્યા છો જે તમને ટૂંકા ગાળામાં સારું રિટર્ન આપે, તો તમારી શોધ અહીં સમાપ્ત થાય છે. કારણ કે પોસ્ટ ઓફિસ (Post Office) ની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (recurring deposit scheme) માં જોડાયા બાદ તમે માત્ર 10 વર્ષમાં 16 લાખ રૂપિયાનું મોટું ફંડ બનાવી શકો છો. આટલું જ નહીં, આ યોજનામાં જોડાયા પછી, પોસ્ટ ઓફિસ દ્વારા તમને અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. ઉપરાંત, તમારું રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત હોય છે. કારણ કે, પોસ્ટ ઓફિસ એ શેર બજાર (Share Market) પર આધારિત સંસ્થા નથી.

100 રૂપિયાથી ખોલાવી શકો છો એકાઉન્ટ

આપને જણાવી દઈએ કે તમે માત્ર 100 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવીને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ શરૂ કરી શકો છો. જો તમને પણ ઓછા રૂપિયામાં વધુ રૂપિયા કમાવવાની ઈચ્છા હોય તો આ સ્કીમ તમારા માટે એક વિકલ્પ બની શકે છે. સ્કીમમાં રોકાણ કરનારા સબ્સ્ક્રાઇબર્સ માટે એક સુવિધા પણ છે કે, તમે 5 વર્ષ પછી પણ રૂપિયા ઉપાડી શકો છો. જો કે, સંપૂર્ણ રીતે મેચ્યોરિટી માટેનો સમયગાળો માત્ર 10 વર્ષ છે. માહિતી અનુસાર, તમને રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં 5.8 ટકાના દરે વ્યાજ મળે છે.

આ પણ વાંચો: જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ : ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જીવન યાત્રા

10 વર્ષમાં આવી રીતે મળશે 16 લાખ રૂપિયા

જો તમે 16 લાખનું મોટું ફંડ બનાવવા માંગો છો, તો તમારે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે દર મહિને 10 હજાર રૂપિયા જમા કરો છો, તો 10 વર્ષમાં 12 લાખ રૂપિયા જમા થશે. જેના પર 5.8 ટકાના દરે વ્યાજ મેળવ્યા બાદ મેચ્યોરિટી પર તમને 16,26,476 રૂપિયા મળશે. જો તમે 5 વર્ષમાં રૂપિયા ઉપાડો છો, તો તમારી રકમ ઓછી થઈ જશે.

ખાસ વાત

જો કોઈ કારણસર તમે 4 મહિના સુધી EMI ચૂકવતા નથી, તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. ફરી શરૂ કરવા પર કેટલીક પેનલ્ટી ચૂકવવી પડશે. ઉપરાંત, તમે કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી જ ફરીથી રોકાણ કરી શકશો. વધુ માહિતી માટે, તમારે નજીકની પોસ્ટ ઓફિસની ઓફિસની મુલાકાત લેવી ફરજિયાત છે.

આ પણ વાંચો:INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત 360 ડિગ્રી

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending