Connect with us

Updates

યુએન મહેતામાં દાખલ હીરાબાની તબિતય વિશે જાણો હોસ્પિટલની મેડીકલ ટીમે શું કહ્યું, સીએમ પહોંચ્યા ખબર અંતર પૂછવા

Published

on

PM Modi's mother Hiraba's health is unwell

પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર તેમની તબિયત પહેલા કરતા સુધારા પર છે. માતાને મળવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. અનેક રાજનેતાઓ એક પછી એક યુએન મહેતા પહોંચી રહ્યા છે. 

પીએમ મોદીની માતા હીરાબાઈની તબિયત લથડી હતી. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. પીએમ પરિવારના તમામ લોકો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને મંગળવારે ઉધરસની ફરિયાદ હતી

હીરાબાની તબિયત સુધારા પર આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમના બ્લડ રીપોર્ટ સહીતના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. યુએન મહેતામાં હીરાબાને આજે સવારે લવાયા હતા. હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને  હોસ્પિટલમાં લવાતા ધારાસભ્યો મુખ્યમંત્રીના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન પણ પહોંચ્યા હતા. ત્યારે હવે સીએમ ત્યાં પહોંચ્યા છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસના અધિકારીઓ પણ પહોંચ્યા છે. અસારવા ધારાસભ્ય દર્શનાબેન તેમજ અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.

ખાસ કરીને સ્પેશિયલ ટીમ દ્વારા અત્યારે હીરાબાની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે તેમની તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending