Updates
જે લોકોનાં આ અંગો પર તલ હોય છે તેમને શુભ ફળની થાય છે પ્રાપ્તિ

આપણા શરીર પર તલ હોવું સામાન્ય વાત છે. ઘણા તલ તો શરીરમાં જન્મજાત હોય છે, પરંતુ ઘણા તલ એવા હોય છે જે બાદમાં થઈ જાય છે. તલ સમય અનુસાર નાના-મોટા અથવા તો ગાયબ પણ થઈ શકે છે. જ્યોતિષ અનુસાર તલનું મહત્વ તેના આકારની સાથે વધે છે. ભારતીય અને ચીની જ્યોતિષમાં તલને જાતકના ભાગ્યના સૂચકના રૂપમાં જોવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર શરીરમાં અલગ અલગ જગ્યા પર થતા તલના માધ્યમથી આપણે પોતાના જીવન વિશે ઘણું બધું જાણી શકીએ છીએ. તે ભાગ્યમાં બદલાવ થવાનો સંકેત આપે છે. તો ચાલો જાણીએ કે ક્યા તલના માધ્યમથી પોતાના વ્યક્તિત્વ અને નસીબ વિશે જાણી શકાય છે.
શુભ ફળની થાય છે પ્રાપ્તિ
સમુદ્ર શાસ્ત્ર અનુસાર તલનાં આકારનું પણ વિશેષ મહત્વ હોય છે. જેમ કે કોઈ વ્યક્તિના શરીર ઉપર તલનો આકાર એટલો નાનો હોય કે આવા તલ જોઈ પણ શકાય નહીં તો તેનો કોઈ ખાસ પ્રભાવ હોતો નથી. જો મોટા તલ હોય તો વ્યક્તિના જીવનને ખાસ પ્રભાવિત કરે છે. લાંબા તલ સામાન્ય રીતે સારા પરિણામ આપે છે. માથા ઉપર જમણી તરફ તલ હોય તો વ્યક્તિને ઐશ્વર્ય અને સુખ-ભાગ્યની પ્રાપ્તિ થાય છે. જ્યારે ડાબી તરફ તલ સાધારણ ફળ આપે છે. જો કે મહિલાઓમાં ડાબી તરફ તલ શુભ ફળ પ્રદાન કરે છે.
અચાનક થાય છે ધનલાભ
જો કોઈ મનુષ્યના કાનની નીચે તલ હોય તો તેના લગ્ન ખૂબ જ જલ્દી વિવાહ થવાનું સૂચક છે. તેની સાથે સુંદર પત્ની અને અચાનક ધન લાભ પણ થાય છે. ડાબા કાનની નીચે તલ અચાનક વિવાહનો સૂચક હોય છે. તેની સાથોસાથ ધનપ્રાપ્તિ પણ પ્રદાન કરે છે. જોકે એવી પણ સંભાવના રહે છે કે આવું ધન જલ્દી નષ્ટ થઈ જાય છે.
રાજપદની થાય છે પ્રાપ્તિ
સ્ત્રીઓના ડાબા ગાલ ઉપર તલ હોવું શુભ માનવામાં આવે છે. તેને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. જો તલ નેણ ની ઉપર અથવા માથા પર હોય તો સ્ત્રીને રાજપદની પ્રાપ્તિ થાય છે. નાકની આગળના ભાગમાં તલ હોય તો સ્ત્રીને પરમસુખની પ્રાપ્તિ થાય છે. બે નેણની વચ્ચેની ખાલી જગ્યા પર તલ હોય તો તે અતિ શુભ માનવામાં આવે છે. જમણા નેણ પર તલ સુખમય દાંપત્ય જીવનનો સંકેત છે. જ્યારે ડાબા નિર્ણય ઉપર તલ વિપરીત ફળ આપે છે.
આવા લોકો હોય છે કંજૂસ
પાંપણ ઉપર તલ શુભ માનવામાં આવતું નથી તથા ભવિષ્યમાં કોઈ કષ્ટ આવવાનો સંકેત આપે છે. કાન ઉપર તલ જાતકને વૈરાગી અથવા સંન્યાસી બનાવે છે. નાકના આગળના ભાગમાં તલ વ્યક્તિને વિલાસી બનાવે છે. ઉપરના હોઠ ઉપર સ્થિત તલ ધનવાન અને પ્રતિષ્ઠાવાન બનાવે છે, જ્યારે નીચેના હોઠ પર તલ જાતક ના કંજૂસ હોવાનો સંકેત આપે છે.
નથી રહેતો ધનનો અભાવ
નાકની અણી ઉપર તલ હોવું જાતક માટે શુભ હોય છે. નાકની જમણી તરફ તલ ઓછા પ્રયત્નોની સાથે વધારે લાભ આપે છે. જ્યારે ડાબી તરફનું તલ અશુભ પ્રભાવ આપે છે. દાઢી ઉપર તલનું હોવું શુભ હોય છે. વ્યક્તિની પાસે હંમેશા ધન પ્રાપ્તિનું સાધન રહે છે તથા તે અભાવમાં રહેતો નથી.
કર્મઠ હોય છે આવા લોકો
ગળામાં સ્થિત તલ વ્યક્તિનાં લાંબા આયુષ્ય હોવાનો સંકેત આપે છે તથા આવા વ્યક્તિ સુખ સગવડતાના સાધન ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લેતા હોય છે. ગળા ઉપર તલ વાળા જાતક આરામદાયક પ્રકૃતિના હોય છે. ગળાના આગળના ભાગમાં તલ વાળા જાતકોના મિત્ર ખૂબ જ વધારે હોય છે, જ્યારે ગળાની પાછળના ભાગમાં તલ હોવાથી જાતક કર્મઠ હોવાનું સૂચક હોય છે. ગળાની પાછળ સ્થિત તલ વ્યક્તિને સૌભાગ્યશાળી બનાવે છે. પરંતુ ખભા ઉપર તલ શુભ ફળ આપતું નથી.
સુખ શાંતિથી પસાર થાય છે જીવન
કાન ઉપસ્થિત તલ વિદ્યા તથા ધનદાયક હોય છે. હાથની આંગળીઓની વચ્ચે સ્થિત તલ જાતકને સૌભાગ્યશાળી બનાવે છે. અંગૂઠા પર તલ જાતકને કાર્યકુશળ, વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય બનાવે છે. તર્જની આંગળી પર તલ જાતકને વિદ્યામાન, ગુણવાન, ધનવાન પરંતુ શત્રુથી પીડિત બનાવે છે. મધ્યમાં આંગળી પર તલ શુભ ફળદાયક હોય છે. આવા જાતકનું જીવન શાંતિપૂર્ણ અને સુખી હોય છે. અનામિકા આંગળી પર તલ જાતકને વિદ્વાન, યશસ્વી, ધની અને પરાક્રમી બનાવે છે. જ્યારે કનિષ્ઠા આંગળી પર તલ જાતકને ધનવાન બનાવે છે, પરંતુ જીવનમાં શાંતિની કમી રહે છે.
આ પણ વાંચો : પ્રેરણાત્મક પુસ્તકો જે તમારું જીવન બદલી શકે છે
મનોકામના થાય છે પુરી
હથેળીના મધ્ય ભાગમાં તલ ધન પ્રાપ્ત કરાવે છે. કાંડા ઉપર રહેલ તલ અશુભ હોય છે, ભવિષ્યમાં જેલની સજા પણ થઈ શકે છે. હાથની ચામડી ઉપર રહેલ તલ શુભફળદાયક હોય છે. હૃદય પર સ્થિત તલ સ્ત્રીઓને સૌભાગ્યવાન બનાવે છે. વક્ષોની આસપાસ સ્થિત તલ પણ આવું જ ફળ આપે છે. પેટ અને કમર ની પાસે રહેલ તલ અશુભ ફળદાયક હોય છે. જ્યારે છાતી ઉપર રહેલ તલ વાળા જાતકની મનોકામના સ્વયં પૂર્ણ થઈ જાય છે.
ધન સમૃદ્ધિની થાય છે પ્રાપ્તિ
જો તલ બંને ખભા પર હોય તો જાતકનું જીવન સંઘર્ષ સમય રહે છે. જમણા ખભા ઉપર તલ જાતકની તેજ બુદ્ધિ તથા વિકસિત જ્ઞાન તરફ ઈશારો કરે છે. કાંખ ઉપર સ્થિત તલ ધનહાનીનું સૂચક હોય છે. કમર ઉપર તલ શુભ ફળદાયક હોય છે. પેટ ઉપર સ્થિત તલ શુભ માનવામાં આવતું નથી. તે વ્યક્તિના દુર્ભાગ્યનું સૂચક છે. આવા જાતક ભોજન ના શોખીન હોય છે, પરંતુ નાભિની આસપાસ રહેલ તલ જાતકને ધન સમૃદ્ધિ અપાવે છે. જો તલ નાભી થી થોડું નીચે હોય તો જાતકને ક્યારેય પણ ધનનો અભાવ રહેતો નથી.
હરવા ફરવાના શોખીન અને ખર્ચાળ હોય છે આવા લોકો
જે લોકોની પીઠ ઉપર તલ હોય છે તે મહત્વકાંક્ષી અને ભૌતિકવાદી હોય છે. આવા જાતકો રોમેન્ટિક સ્વભાવના અને હરવા ફરવાના શોખીન હોય છે. આવા જાતકો ખૂબ જ ધન અને નામ કમાય છે અને આવા લોકો ખર્ચાળ સ્વભાવના પણ હોય છે. ઘૂંટણ ઉપર સ્થિત તલ શત્રુઓના નાશને સૂચિત કરે છે. કુલ્હા ઉપર સ્થિત તલ ધનનો નાશ કરે છે. એડીમાં રહેલ તલ ધન તથા માન સન્માનને ઓછું કરે છે. પગ ઉપર તલ વાળા જાતકો યાત્રાના શોખીન હોય છે, પરંતુ પગની આંગળીઓનાં તલ જાતકને બંધનમય જીવન આપે છે. પગના અંગૂઠા પર તલ વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે છે.
આ પણ વાંચો : રેસિપી / વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને મસાલેદાર ચાઈનીઝ ફ્રાઈડ રાઇસ, નોંધી લો રેસિપી
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23