Connect with us

Updates

સરકારી ભરતી માટે નવી પદ્ધતિની વિચારણા, જાણો શું હોઈ શકે છે આ ભરતીના નિયમો

Published

on

new system for government recruitment

સરકારી ભરતી માટે નવી પદ્ધતિની વિચારણા ચાલી રહી છે. જેમાં પરીક્ષાઓમાં ભરતી પ્રક્રીયા, બે તબક્કામાં પરીક્ષા એમ વિવિધ મામલે ફેરફાર થઈ શકે છે.  સ્પર્ધાત્મક પરીક્ષાની પેટર્ન બદલે તેવી શક્યતા છે.  

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગામી દિવસોમાં મોટા ફેરફારની વિચારણા ચાલી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ્યારે પણ ગુજરાતમાં હોય છે ત્યારે સરકારની પણ પરીક્ષા લેવાઈ જાય છે. કેમ કે, પેપરો ફૂટવા એ હવે ગુજરાતમાં જાણે નવાઈ ના હોય તેમ  લાગી રહ્યું છે જેથી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરબદલ સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. 

બે તબક્કામાં પરીક્ષાની ચર્ચા 
ઉમેદવારોની સંખ્યા વધતા નવી પદ્ધતિ લાવવામાં આવશે. બે તબક્કાની અંદર પરીક્ષા લેવાની વિચારણા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં ઉત્તીર્ણ થનાર બીજી પરીક્ષા આપી શકશે. તમામ ભરતી પ્રક્રીયા માટે ચોક્કસ પોલીસી બનાવવામાં આવશે.  તલાટીની પરીક્ષા બે તબક્કામાં લેવાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો:  પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાના ફાયદા,જાણો પુસ્તકો તમારું જીવન કેવી રીતે બદલી શકે છે

આ ફેરફારોની શક્યતા 
નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવતી ભરતી રાજ્ય સરકાર દ્વારા પણ હાથ ધરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ છે.  સરકાર વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જ ઓથોરિટી બનાવવાની તૈયારી કરી રહી હોવાની ચર્ચા છે. જેમાં તમામ વિભાગોની વર્ગ-3ની પરીક્ષા વિવિધ સંસ્થાઓને બદલે એક જ સંસ્થા દ્વારા લેવામાં આવે તેવી વિચારણા છે. 
 જેમાં એવી રચના કરવામાં આવી શકે કે યોગ્ય ઉમેદવારોની પસંદગી કેન્દ્રીય સંસ્થા દ્વારા પરીક્ષા યોજીને કરવામાં આવે.

આ પણ વાંચો: કેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending