Connect with us

Updates

LICની આ પોલિસી ખરીદશો તો આખું જીવન થઈ જશે સેટ! અત્યારે જ જાણો તેના ફાયદા

Published

on

lic policy ojaspost

Lic Pension Plan: શું તમે વિચાર્યું છે કે રિટાયરમેન્ટ પછી તમે તમારા ઘરના ખર્ચાઓ કેવી રીતે ચલાવશો? જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરો છો તો તે વધુ ચિંતાનો વિષય છે કારણ કે અહીં ખૂબ જ ઓછું પેન્શન મળે છે. એટલા માટે તમારે હવેથી એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારવું જોઈએ, જ્યાંથી તમને અમુક વર્ષો પછી કોઈ પણ પ્રકારના ટેન્શન વગર દર મહિનાની પહેલી તારીખે એક નિશ્ચિત રકમ મળે કારણ કે રૂપિયા વિના તમે ઘરની બહાર નીકળવાનું વિચારી પણ નથી શકતા. એટલા માટે આજે અમે તમને LIC ની એક એવી પોલિસી વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે દર મહિને પેન્શન મેળવી શકો છો.

LIC નો જીવન અક્ષય પ્લાન

આજે ઘણી કંપનીઓ રોકાણ કરવા બજારમાં આવી છે, પરંતુ આજે પણ મોટાભાગના લોકો લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) માં રોકાણ કરવાનું સલામત માને છે કારણ કે લોકોએ દાયકાઓથી આ કંપની પર વિશ્વાસ કર્યો છે. જો તમે પણ LIC પોલિસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને આવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. જેમાં તમારે પોલિસી ખરીદતી વખતે એકવાર રોકાણ કરવું પડશે, ત્યારપછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકશો.

આવી રીતે મળશે તમને દર મહિને 20 હજાર રૂપિયાની પેન્શન

આ યોજનામાં રોકાણ કરવાની ઉંમર 75 વર્ષ છે. રોકાણ કરનારા લોકોએ એકસાથે 6 લાખ 10 હજાર 800 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવું પડશે. આપને જણાવી દઈએ કે તેના પર વીમાની રકમ 6 લાખ રૂપિયા હશે. આ સ્કીમ હેઠળ રોકાણકારને વાર્ષિક 76 હજાર 650 રૂપિયાનું પેન્શન મળશે. અને અર્ધવાર્ષિક પેન્શન 37 હજાર 35 રૂપિયા રહેશે. જો તમે ત્રિમાસિક ધોરણે પેન્શન લેવા માંગો છો, તો તમને દર ત્રણ મહિને 18 હજાર 225 રૂપિયા મળશે. તે જ સમયે તમને 6 હજાર 08 રૂપિયા માસિક પેન્શન મળશે. આ સ્કીમમાં વાર્ષિક 12000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ પેન્શન રોકાણકારને તેના બાકીના જીવન માટે એટલે કે તેમના મૃત્યુ સુધી આપવામાં આવતું રહેશે. જો તમે દર મહિને 20 હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો, તો તમારે એક જ વારમાં 40 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતી કેલેન્ડર 2022 – 2023 : ચોઘડિયા, તિથી, રજાઓ

પોલિસીના ફાયદા જાણી લો

આ પોલિસીના બીજા ઘણા ફાયદા છે. તમે આ પ્લાન ખરીદ્યાના ત્રણ મહિના પછી જ લોન પણ લઈ શકો છો. આ પોલિસીમાં રોકાણ કરવા માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે તમે આ સ્કીમમાં જેટલું વધારે રોકાણ કરશો તેટલો જ તમને ફાયદો થશે, પરંતુ તમારે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો: પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાના ફાયદા,જાણો પુસ્તકો તમારું જીવન કેવી રીતે બદલી શકે છે

Home page

Join Whatsapp Group

Trending