Updates
જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ : ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જીવન યાત્રા

ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝ: સુભાષચંદ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ ઓરીસ્સા રાજ્યના કટક શહેરમાં વસતા બંગાળી પરિવારમાં નવમા સંતાન તરીકે જન્મ થયો હતો.દેશમાં ભયંકર મહામારીઓ વચ્ચે જન્મેલા આ બાળક કુદરતી રીતે બચી ગયું. દેશમાં અંગ્રેજી શાસન દેશભરમાં ની બીમારી , મહામારીઓ સામે કોઇ જ રાહત આપી રહ્યું ન હતું. અંગ્રેજ શાસકો ને ભારતની મહામારીઓનો સામનો કરી રહેલી પ્રજા માટે કોઈ ચિંતા હતી જ નહીં.
સુભાષબાબુ ધોરણ-૧૦ પાસ કરી કોલકતાની કોલેજમાં દાખલ થયા. કોલેજ કાળમાં અંગ્રેજ પ્રોફેસરના ભારતીય વિદ્યાર્થીઓ ઉપરના ત્રાસ સામે અવાજ ઉઠાવી ક્રાંતિકારી વ્યકિતત્વની ઓળખ આપી.
નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વાધીન સંપ્રભુતા ભારતનો ભારતીઓને વિશ્વાસ આપ્યો હતો અને ખુબ જ આત્મવિશ્વાસ ગર્વ અને સાહસ પુર્વક અંગ્રેજો સામે કહ્યું હતું કે, “હું સ્વતંત્રતાને ભીખમાં નહી લઉં ” હિંદુસ્તાન હવે ગુલામ રહી શકે નહીં કોઈ તાકાત ગુલામ રાખી શકે નહીં….
“અને તેમણે ભારતની ધરતી ઉપર પહેલી આઝાદ ભારત સરકારની સ્થાપના કરી હતી. ભારતની આઝાદીના મહાનાયક નેતાજી સુભાષબાબુ પ્રત્યે દેશ આજે નત મસ્તકે શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને આવનારી પેઢીને નિરંતર પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાથી નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિને “પ્રરાક્રમ “રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે અને ભારત સરકાર દિવસે આપદા પ્રબંધન ક્ષેત્રે શ્રેષ્ટ કામગીરી કરનાર સાહસિક જવાનો ને પુરસ્કારો અર્પણ સન્માન આપવામાં આવે છે.
આઝાદ હિન્દ ફોજ દ્વારા આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર સ્વાધીન ભૂ ભાગ જાહેર કરી પોતાની રાષ્ટ્રિય બેંક , પોતાની નાણાકીય મુદ્રા, ડાક ટીકીટ ટપાલ ,ગુપ્તચર તંત્ર, આઝાદ હિંદ રેડિયો, વગરે થી સજજ થઇને અંગ્રેજ હકૂમત ને હચમચાવી નાખી હતી.
આ પણ વાંચો:હિંદુ ધર્મમાં પૂજા પહેલા કેમ બનાવવામાં આવે છે સ્વસ્તિક, જાણો સાચી રીત અને મહત્વ
સુભાષ ચંદ્ર બોઝ સ્પષ્ટ વક્તા હતા તેઓ માત્ર દેશ ની આઝાદી ઇચ્છતા હતા . બીજા વિશ્વયુદ્ધ માં અંગ્રેજો દ્વારા ભારત ને સામેલ કરાતા સુભાષબાબુ એ વિરોધ કર્યો હતો ત્યારે અંગ્રોજો એ તેઓને જેલમાં કેદ કર્યા હતા….ત્યારબાદ જેલ માં ભૂખ હડતાળ ઉપર જતા અગ્રેજ શા એ તેઓને જેલ માં થી મુક્ત કરી ઘરમાં જ કેદ કર્યાં ત્યારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભાગી છૂટયા અને જર્મની પહોચી ગયા હતા.
અંગ્રેજો સામે લડવા માટે અંગ્રેજ થવું પડે તેવી તેમના પિતાનીજી ની સલાહ મુજબ સુભાષ બાબુ આઇ.સી.એસ થવા ઇંગ્લેન્ડ ગયા અને ચોથા ક્રમે પાસ થઇને આવ્યા.પરંતુ અંગ્રેજી હકુમત સામે મનમાં ભારે રોષ હોવાના કારણે અંગ્રેજી સીવીલ સર્વીસની નોકરી છોડી દીધી અને ભારતમાં આઝાદીના જંગમાં જોડાયા.
આ પણ વાંચો:કેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું
આંદામાન નિકોબારમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા સૌપ્રથમ તિરંગો લહેરાવ્યો હતો ત્યાં એક ટાપુ ઉપર સુભાષબાબનું વિશેષ સ્મારક બનાવાયું છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શુભ હસ્તે ખુલ્લુ મુંકાયું હતું. આંદામાનના એક ટાપુ નું નામ પણ સુભાષબાબુના નામથી નામકરણ કરવામાં આવ્યું છે.સાથે સાથે નેતાજી સાથે જોડાયેલી ફાઇલો,પત્રવ્યવહારો પણ દિલ્હી ખાતે જાહેરમાં મુકવાનું કામ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના શુભ હસ્તે થયું હતું.
લાલકિલ્લામાં પણ વધુ એક સ્મારક બને તેવું આયોજન વર્તમાન ભારત સરકાર દ્વારા થઇ રહ્યું છે.પહેલીવાર આઝાદ હિંદ ફોઝના સૈનિકોનું સન્માન આટલા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.દેશની આઝાદી બાદ સૌ પ્રથમવાર સુભાષચંદ્ર બોઝ અને તેમના જીવન સાથે જોડાયેલી ઘટનાઓને અત્યારે યાદ કરી સન્માન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત 360 ડિગ્રી
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23