google news

જાણવા જેવુ / પાસપોર્ટ બનાવવું થયું સરળ, આવી રીતે કરી શકો છો અરજી

Indian Passport: જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો પાસપોર્ટ જરૂરી છે. પાસપોર્ટ વિના વિદેશ પ્રવાસ શક્ય નથી. દરેક દેશ પાસે અલગ અલગ પાસપોર્ટ હોય છે. તે જ સમયે ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ પણ જરૂરી છે. નવા પાસપોર્ટ મેળવવા માટે ભારતમાં રોજેરોજ અરજીઓ આવે છે. જોકે ઘણા લોકો પાસે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા વિશે યોગ્ય માહિતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને પાસપોર્ટ મેળવવાની સરળ રીત વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ.

Passport Online Application

જો તમે ભારતીય નાગરિક છો અને પાસપોર્ટ મેળવવા માગો છો, તો તમે તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. જો તમે ભારતીય પાસપોર્ટ મેળવવા માંગો છો અને તમારું વર્તમાન સ્થાન ભારત છે, તો તમે આ પ્રક્રિયા હેઠળ ઓનલાઈન પાસપોર્ટ માટે અરજી કરી શકો છો.

આ પણ વાંચો: આદતો જે ખરેખર તમારું જીવન બદલી શકે છે

આ સ્ટેપ્સને કરો ફોલો 

  • Passport Seva Online Portal પર રજિસ્ટર કરો
  • Passport Seva Online Portal પર રજિસ્ટર કર્યા પછી Login કરો
  • “Apply for Background Verification for GEP” લિંક પર ક્લિક કરો
  • ફોર્મમાં મંગાવવામાં આવેલી જાણકારી ભરો અને તેને સબ્મિટ કરો
  • તેના પછી “Pay and Schedule Appointment” લિંક પર ક્લિક કરો
  • જે જગ્યાની અપોઈન્ટમેન્ટ તમે બુક કરવા માગો છો તે જગ્યાની પસંદગી કરો
  • Appointment બુકિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરો
  • “Print Application Receipt” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ લઈ લો. તેના સિવાય મોબાઈલ પર Appointment નો એક મેસેજ પણ આવશે, તેને પણ સેવ કરી લો
  • હવે જે જગ્યાની Appointment બુક કરી છે, ત્યાની Passport Seva Kendra (PSK)/Regional Passport Office (RPO) પર તમે ઓરિજનલ દસ્તાવેજ સાથે પહોંચો. ત્યા તમારા ઓળખપત્રની તપાસ કરવામાં આવશે
  • તેના પછી પોલિસ વેરિફિકેશન પણ થશે અને ત્યા બધું બરોબર થવા પર થોડાક જ દિવસની અંદર પાસપોર્ટ ઘરે આવી જશે

આ પણ વાંચો: કેવી રીતે કમ્યુનિકેશન સ્કિલ્સ સુધારવું

Home page

Join Whatsapp Group

ટેલિગ્રામ ચેનલ જોઈન કરો