Updates
How To Clean Gold Jewelry: સોનાના દાગીનામાં કેવી રીતે નવી ચમક લાવવી? ઘરની આ વસ્તુઓનો કરો ઉપયોગ

How To Clean Gold Jewelry: ભારતમાં સોનાની માઈનિંગ એટલી વધારે નથી થતી, પરંતુ આપણો દેશમાં સોનું બહું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) એ જાન્યુઆરી 2023માં એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જે મુજબ વર્ષ 2021માં ભારતે 611 ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે ચીને આ જ સમયગાળામાં 673 ટન સોનું ખરીદ્યું હતું. તદનુસાર, ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર છે. લગ્ન અને પાર્ટીઓથી લઈને રોજિંદા જીવનમાં સોનાના દાગીનાનો સતત ઉપયોગ થાય છે.
સોનાના દાગીના કેવી રીતે સાફ કરવા ?
સામાન્ય રીતે સોનાના દાગીના મોટાભાગે લગ્ન સમયે બનાવવામાં આવે છે, પરંતુ ઘણા વર્ષોના ઉપયોગ પછી, તેમા મેળ લાગી જાય છે અથવા તેની ચમક સમય સાથે ઝાંખી પડી જાય છે. પછી તેને પહેરવામાં સંકોચ થાય છે. જો તમે પણ સોનાના નેકલેસ, બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને વીંટીઓમાં નવી ચમક લાવવા માગતા હોવ તો તમારે તેના માટે ઝવેરી પાસે જવાની જરૂર નથી, ઘરે બેઠા દેશી જુગાડથી તમે તેમા ચમક લાવી શકો છો.
ટૂથપેસ્ટથી કરો સાફ
તમે તમારા દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હશો, પરંતુ તમે દાગીના સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક બાઉલમાં ટૂથપેસ્ટ અને પાણીના થોડા ટીપાં મિક્સ કરીને પાતળી પેસ્ટ તૈયાર કરો. હવે દાગીનાને સોફ્ટ બ્રશની મદદથી સાફ કરો અને પછી ધોઈ લો.
ડિશ સોપની મદદ લો
સોનાના દાગીનાને સાફ કરવા માટે, સૌપ્રથમ એક બાઉલમાં ગરમ પાણી રેડો અને તેમાં લિક્વિડ ડિટર્જન્ટ મિક્સ કરો. હવે ગંદા દાગીનાને તેમાં ડુબાડીને થોડી વાર રહેવા દો, પછી સોફ્ટ બ્રશની મદદથી તેને સાફ કરો. છેલ્લે, દાગીનાને સ્વચ્છ પાણીથી ધોયા પછી તેને સોફ્ટ કપડાથી લૂછી લો.
આ પણ વાંચો: સુકન્યા સમૃદ્ધિ યોજના 2023
બેકિંગ સોડા અને વિનેગર ઉપયોગ કરો
એક બાઉલમાં બેકિંગ સોડા અને ગરમ પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ગંદા દાગીનામાં લગાવો. હવે તેને પહેલા સફેદ વિનેગરથી ધોઈ લો અને પછી પાણીની મદદથી તેને સંપૂર્ણપણે સાફ કરો. દાગીના નવા જેવા ચમકશે.
આ બાબતોનું રાખો ધ્યાન
સોનાના દાગીનાને સાફ કરવા માટે ભૂલથી પણ બ્લીચનો ઉપયોગ કરશો નહીં, તેનાથી દાગીનાનો રંગ ઉતરી જાય છે. સોનાની બનેલી વસ્તુઓ અલગ રાખો. જો તમે આમ નહીં કરો તો તેમાં સ્ક્રેચ પડવાનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: ભારતીય પાસપોર્ટ સાથે વિઝા વિના આ દેશોની મુલાકાત લો, 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવો…
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23