Connect with us

Updates

ડાયમંડ સિટી સુરતમાં પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવાઈ, જાણો કેટલી છે કિંમત

Published

on

ડાયમંડ સિટી સુરતમાં પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવાઈ

પીએમ મોદીની સોનાની મૂર્તિ : ડાયમંડ સિટી સુરતની અંદર પીએમ મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. સુરતમાં 156 ગ્રામ સોનામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવવામાં આવી છે. 
સુરતની અંદર સોના અને ચાંદી તેમજ ડાયમંડની અલગ પ્રકારની કારિગરી જોવા મળતી હોય છે. ત્યારે અગાઉ ચાંદીની ફીરકી અને પતંગ પણ બનાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ નિમિત્તે આ પ્રકારે જ્વેલર્સે આ કારીગરી બતાવી હતી ત્યારે પીએમ મોદીની સોનાની મૂરતીઓ પણ બનાવવામાં આવી છે. 

આ મૂર્તિની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયા છે. દેશભરમાં કંઈક નવું કરવા માટે પ્રખ્યાત સુરતે કંઈક એવું કર્યું છે જે આ વખતે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આ મૂર્તિ ગુજરાતમાં 156 બેઠકો જીત બાદ આ ખુશીમાં બનાવવામાં આવી છે.

આ પણ વાંચો:ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ, નજીકની પોસ્ટ ઓફિસની અત્યારે જ લો મુલાકાત

15થી વધુ કારીગરોએ 7 મહિનામાં બનાવી મૂર્તી 

મળતી વિગતો અનુસાર એક કંપની દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે.  આ મૂર્તિ બનાવવા માટે 15થી 20 કારીગરોએ મહેનત કરી છે. મૂર્તિ બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. ગુજરાતમાં આ વખતે ભાજપને બહું મોટી જીત મળી છે. ગુજરાતમાં પીએમ મોદી તત્કાલિન સીએમ રહી ચૂક્યા છે અને ગુજરાતમાં તેઓ લોકોમાં ખૂબ પ્રચલિત છે. જેથી તેમના માનમાં આ મૂર્તિ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: આદતો જે ખરેખર તમારું જીવન બદલી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending