ભવનાથમાં આવેલી ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય વલ્લભ સૂરીજી અન્ય ભગવંતોની નિશ્રામાં ગિરનારની પરિક્રમા યોજાઈ હતી જેમાં પાંચ વર્ષથી માંડી 65 વર્ષની વયના ભાવિકો જોડાયા હતા આ પ્રસંગે જૈનાચાર્ય પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે ગિરનારની ભૂમિ પરમ પવિત્ર ભૂમિ છે જેના કણ કણમાં પવિત્ર વાઈબ્રેશન રહેલા છે પતિતોને પાવન કરવા પ્રચંડ જ તાકાત આ ભૂમિમાં છે ગિરનાર તીર્થ સાધના અને સુધીનું સુપર પાવર સ્ટેશન છે અને વિશ્વ શાંતિનું થર્મલ સ્ટેશન છે વધુમાં જૈનાચાર્યએ જણાવ્યું હતું કે વિશ્વમાં હિંસાના હુતાસનો સળગી રહ્યા છે ત્યારે કોરોના જેવો રાક્ષસ પંજો ઉગામ તો હોય છે વિશ્વમાં જ્યાં સુધી હિંસાનું તાંડવ બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વમાં રોગચાળો આતંક દુષ્કાળ અને ધરતીકંપ જેવી દુર્ઘટનાઓ ચાલ્યા કરશે ગિરનાર તીર્થની ભૂમિ પરમ પવિત્ર છે જેના કણ કણમાં પવિત્ર વાઈબ્રેશન રહેલા છે આ ધરતી માત્ર સાવજોની જ નથી પણ સાધુ-સંતો અને સાધકોની છે પ્રભુ શક્તિ આપણી ભીતરમાં અવતારિત થાય તો જીવનમાં તમામ સુખો અને સમૃદ્ધિઓ સામેથી આવીને તમારા ચરણોમાં આવી પડે છે જો અંબિકા માતાની કૃપા ઉતરી જાય તો બેડો પાર થઈ જાય માં અંબા માત્ર જુનાગઢ કે ગિરનાર તીર્થની રક્ષા નથી કરતા પણ તમામ દુઃખ, દારીદ્ર, શોખ અને સંતાપનું વિસર્જન કરે છે
આ પણ વાંચો: ભારતભરમાં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે અપાય છે માટી
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે