Connect with us

Updates

ગુજરાતમાં કોરોનાના ડર વચ્ચે ખોટો દવાઓનો સ્ટોક ન કરો,કેમિસ્ટ એસોશિસનએ કરી અપીલ

Published

on

Don't stock medicines, Chemists Association appeals

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જેને લઈને ભારત સરકાર પણ એલર્ટ થઇ ચુકી છે.ગુજરાતમાં પણ કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલે લેવાના શરુ કરી દીધા છે.બીજી લહેરમાં મચેલી તબાહી બાદ પ્રશાસન કોરોનાને હળવો લેવાના મૂડમાં નથી.માર્કેટમાં દવાઓની સંગ્રહ ખોરી ન થાય તે માટે કેમિસ્ટ એસોશિએશનના ચેરમેન દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

ખોટો દવાઓનો સ્ટોક ન કરો : કેમિસ્ટ એસોશિએશન 

નિવેદન આપતા જણાવ્યું હતું કે.ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસો સામે દવાનો પૂરતો સ્ટોક છે. તેથી બિનજરૂરી દવાઓનો સંગ્રહ કરવાની જરૂર નથી. આખું વિશ્વ કોરોનાના પુનરાગમનથી ડરી ગયું છે. ભારત અને ગુજરાતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સરકારી આરોગ્ય તંત્રની સાથે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

આ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબદ્ધ 

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ના પ્રમુખ જશુભાઇ પટેલ નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં દવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. Azithromycin, Shifaxin, Amoxicillin સહિતની દવાઓ ઉપલબ્ધ છે. દરેક મેડિકલ સ્ટોર પર દવાઓનો પૂરતો સ્ટોક છે. તેમણે ખોટી રીતે દવાઓનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. મેડિકલ સ્ટોર માલિકોને જરૂરીયાત મુજબ દવાઓનો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending