Updates
Hind City: હવે હિંદ શહેરના નામે ઓળખાશે દુબઈનો અલ મિન્હાદ જિલ્લો

Hind City: દુબઈના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તાજેતરમાં દુબઈ શહેરના એક જિલ્લાનું નામ બદલીને ‘હિંદ શહેર’ કરી દીધું છે. આ શહેરમાં હિંદ-1, હિંદ-2, હિંદ-3 અને હિંદ-4 રાખવામાં આવ્યા છે. આ સમગ્ર વિસ્તાર લગભગ 84 કિમીનો છે. આ વિસ્તાર સંયુક્ત આરબ અમીરાતના નાગરિકોનું ઘર છે અને અમીરાત રોડ, દુબઈ અલ આઈન રોડ અને જેબેલ અલી લેહબાબ રોડ દ્વારા જોડાયેલ છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ દાવો કરવાનું શરૂ કર્યું કે આ શહેરનું નામ ભારતીય હિન્દુઓના યોગદાન પર રાખવામાં આવ્યું છે.
દુબઈની મીડિયા ઓફિસે શહેરનું નામ બદલવાની જાહેરાત કરી છે. નિવેદનમાં અલ મિન્હાદ શહેરનું નામ બદલીને હિંદ કેમ રાખવામાં આવ્યું તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
બુર્જ ખલીફાનું નામ પણ બદલવામાં આવ્યું હતું
આ પહેલીવાર નથી જ્યારે દુબઈમાં કોઈ વિસ્તારનું નામ બદલવામાં આવ્યું હોય. 2010 પછી સૌથી મોટો નામ ફેરફાર બુર્જ ખલિફા છે, જે અગાઉ બુર્જ દુબઈ તરીકે ઓળખાતું હતું. UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના કહેવા પર તેને બદલવામાં આવ્યું હતું. વર્ષ 2022માં તેમનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે દુબઈના શાસકના નિર્દેશ પર હિંદ શહેરનું નામ રાખવામાં આવ્યું છે. હિંદ શહેરનું નામ રાખનાર શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, યુએઈના વડા પ્રધાન હોવાની સાથે જ રક્ષા મંત્રી પણ છે.
તાજેતરમાં જ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન થયું
શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ યુએઈના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઈના શાસક શેખ રશીદ બિન સઈદ અલ મકતુમના ત્રીજા પુત્ર છે. અલ મકતુમ એ વિશ્વના સૌથી પ્રભાવશાળી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક છે. દુબઈના વર્તમાન શાસકની પત્ની હિંદ બિન્ત મકતુમ તેના પરોપકારી સ્વભાવ માટે જાણીતી છે. તાજેતરમાં UAEમાં એક વિશાળ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અબુધાબીમાં એક બીજું મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. UAEમાં લાખો ભારતીયો રહે છે.
આ પણ વાંચો: ધોલેરા સ્માર્ટ સિટી શું છે, ક્યારે તૈયાર થશે?
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23