Connect with us

Updates

DHS Surendranagar: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ભરતી 2023, છેલ્લી તારીખ- 27/02/2023

Published

on

DHS Surendranagar

DHS Surendranagar: DHS સુરેન્દ્રનગર ભરતી 2023: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે એન.એસ.એમ અંતર્ગત 11 માસના કરાર ધોરણે FHW, સ્ટાફનર્સ, લેબ ટેક્નીશીયન વગેરે જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પાડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

DHS Surendranagar Bharti 2023

પોસ્ટ ટાઈટલ DHS સુરેન્દ્રનગર ભરતી 2023 (DHS Surendranagar)
પોસ્ટ નામ FHW, સ્ટાફનર્સ, લેબ ટેક્નીશીયન વગેરે
કુલ જગ્યા 67
સંસ્થા DHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી)
છેલ્લી તારીખ27-02-2023
સત્તાવાર વેબ સાઈટ www.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

DHS સુરેન્દ્રનગર ભરતી 2023

જે મિત્રો DHS સુરેન્દ્રનગર ભરતી 2023 (DHS Surendranagar)ની NHM સુરેન્દ્રનગર ભરતી 2023 અંતર્ગત રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

NHM સુરેન્દ્રનગર ભરતી 2023

DHS સુરેન્દ્રનગર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કુલ 67 જગ્યાઓની વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ભરતી 2023

જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
ફીમેલ હેલ્થ વર્કર36 ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ/ એ.એન.એમ.નો કોર્ષ પાસ કરેલ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર: 18 થી 40 વર્ષ
RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ 14 માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમા ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર: 18 થી 40 વર્ષ
સ્ટાફનર્સ2 NCI માન્ય ડિપ્લોમાં / બેચલર નર્સિંગની ડિગ્રી સાથે જી.એમ.સી. રજીસ્ટ્રેશન, અનુભવ (ઇચ્છનીય).
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર: 18 થી 40 વર્ષ
ન્યુટ્રીશન આસીસ્ટન્ટ 1 માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીકસ.
સરકાર / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર: 18 થી 35 વર્ષ
પ્રોગ્રામ એસોસીયેટ 1 માસ્ટર ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ન્યુટ્રીશન / ડાયટીસ્ટ.
કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન તથા રાજ્ય/જીલ્લા/એન.જી.ઓ. કક્ષાએ ન્યુટ્રીશન સંબંધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા.
ઉંમર: 18 થી 35 વર્ષ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 1 માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
એમ.એસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઓછામાં ઓછા 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી.
લેબોરેટરી ટેક્નીશીયન 3 મુખ્ય વિષય તરીકે રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મજીવ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અથવા કાર્બનિક રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
સરકાર માન્ય સંસ્થાનો લેબોરેટરી ટેકનીશીયન તાલીમ અભ્યાસક્રમ પાસ કરેલ હોવા જોઈએ.
સરકાર માન્ય સંસ્થાનું મેલેરિયા લેબોરેટરી ટેકનીશીયન તાલીમ અભ્યાસક્રમનું પૂર્ણતા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
કાઉન્સીલર 1 માસ્ટર ઓફ સોશ્યલ વર્કર (MSW) અથવા બેચલર ડિગ્રી ઇન સોશ્યલ સાયન્સ અથવા ડીપ્લોમાં / ડિગ્રી ઇન કાઉન્સીલિંગ અથવા હેલ્થ એજ્યુકેશન / માસ કોમ્યુનિકેશન અનુભવ (ઇચ્છનીય) – આરોગ્ય સંભાળ સુવિધામાં કાઉન્સિલર તરીકેનો કામગીરીનો બે વર્ષનો અનુભવ, વય મર્યાદા – 40 વર્ષ
મેડીકલ ઓફીસર 1 MBBS અથવા MCI દ્વારા માન્ય સમકક્ષ ડિગ્રી અનુભવ (ઇચ્છનીય) – હોસ્પિટલ કામગીરીનો બે વર્ષનો અનુભવ, વય મર્યાદા – 67 વર્ષ
ઓડીયોલોજીસ્ટ 1 ઓડીયોલોજીસ્ટ એન્ડ સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક / RCI માન્ય BSCની ડિગ્રી સાથે (સ્પીચ એન્ડ હિઅરીંગ)
મલ્ટીરીહેબીલીટેશન વર્કર 1 માન્ય યુનિવર્સીટીમાંથી મલ્ટી રિહેબિલિટેશન વર્કર તરીકેનો 1/2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ અને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 1992 અંતર્ગત રિહેબિલિટેશન તરીકેનું રજીસ્ટ્રેશન અથવા બેચલર ડિગ્રી ઇન ફીઝીયોથેરાપી, અનુભવ (ઇચ્છનીય) – હોસ્પિટલ કામગીરીનો એક વર્ષનો અનુભવ, વય મર્યાદા – 40 વર્ષ
મેડીકલ ઓફિસર 1 મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સીટીમાંથી એમબીબીએસ અથવા ઇકવીવેલેન્ટ ડિગ્રી તેમજ રોટેટોરી ઇન્ટર્નશિપ ફરજીયાત પણે પૂર્ણ કરેલ હોવું જરૂરી છે.
બેઝીક કોમ્પ્યુટર નોલેજ હોવ જરૂરી છે.
ડીપ્લોમાં / એમ.ડી. પબ્લિક હેલ્થ / પી.એસ.એમ. / કોમ્યુનીટી મેડીસીન / સી.એચ.એ / ટ્યુબરકયુલોસીસ એન્ડ ચેસ્ટ ડીસીઝની ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
એક વર્ષનો એન.ટી.ઈ.પી. પ્રોગ્રામનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
લેબોરેટરી ટેક્નીશીયન 3 ઇન્ટરમિડીયેટ (10+2) અને ડીપ્લોમાં મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્ષ અથવા સરકાર માન્ય સંસ્થાનો મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી કોર્ષ કરેલો હોવો જરૂરી છે.
એક વર્ષનો એન.ટી.ઈ.પી. પ્રોગ્રામમાં અનુભવ અથવા સ્પૂટમ સ્મીયર માઈક્રોસ્કોપી અંગેનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
વધુ એજ્યુકેશનલ ક્વોલીફીકેશન ધરાવતા ઉમેદવાર (દા.ત. ગ્રેજ્યુએટ)ને પ્રાથમિકતા આપવામાં આવશે.
એસ.ટી.એલ.એસ. 1 સરકાર માન્ય સંસ્થામાંથી ગ્રેજ્યુએટ અથવા ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા ઇકવીવેલેન્ટ

આ પણ વાંચો: અગ્નિવીર ભરતી 2023, છેલ્લી તારીખ-15/03/2023

DHS Surendranagar પગાર ધોરણ

જગ્યાનું નામ માસિક પગાર
ફીમેલ હેલ્થ વર્કર રૂ. 12,500/-
RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ રૂ. 13,000/-
સ્ટાફનર્સ રૂ. 13,000/-
ન્યુટ્રીશન આસીસ્ટન્ટ રૂ. 13,000/-
પ્રોગ્રામ એસોસીયેટ રૂ. 14,000/-
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂ. 13,000/-
લેબોરેટરી ટેક્નીશીયનરૂ. 13,000/-
કાઉન્સીલર રૂ. 12,000/-
મેડીકલ ઓફીસર રૂ. 60,000/-
ઓડીયોલોજીસ્ટ રૂ. 15,000/-
મલ્ટીરીહેબીલીટેશન વર્કર રૂ. 11,000/-
મેડીકલ ઓફિસર રૂ. 60,000/-
લેબોરેટરી ટેક્નીશીયન રૂ. 13,000/-
એસ.ટી.એલ.એસ. રૂ. 18,000/-

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

આ પણ વાંચો: બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023

સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.

ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી અને મોબાઈલ નંબર ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

નિમણૂકને લગતી જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગરદનો રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારો DHS Surendranagar માટે અરજી કરવા માંગતા હોય તેઓ તારીખ 18-02-2023 થી 27-02-2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત અવશ્ય વાંચો.

આ પણ વાંચો: રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023- છેલ્લી તારીખ 28-02-2023

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

DHS Surendranagar Bharti 2023 કુલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે?

DHS બોટાદ દ્વારા કુલ 67 જગ્યાઓ (FHW, સ્ટાફનર્સ, લેબ ટેક્નીશીયન વગેરે) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

DHS Surendranagar Bharti 2023 અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

DHS સુરેન્દ્રનગર ભરતી 2023 અરજી કરવાની ઓનલાઈન વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

DHS Surendranagar ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

DHS Surendranagar ભરતી 2023 અરજી માટે છેલ્લી 27-02-2023

Trending