Connect with us

Updates

દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે

Published

on

Devbhoomi Dwarka Corridor

આ કોરિડોર અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ, શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું 7 મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે 

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દેવભૂમિ દ્વારા કોરિડોર સંદર્ભે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.  જે અંતર્ગત ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં સિનિયર સચિવશ્રીઓની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવનાર છે. 

ફેમીલી કાર્ડ યોજના મંત્રીએ ફેમીલી કાર્ડ યોજના સંદર્ભે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને મળતા સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભ ફેમિલી કાર્ડ યોજનાના નવતર અભિગમ દ્વારા મળે તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે. 

આ પણ વાંચો: 2400 વર્ષ નો ઇતિહાસ છતાં પણ જુનાગઢ વર્લ્ડ ‘હેરિટેજ’ નહીં

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending