Connect with us

Updates

લાગું કરાયું કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ જાણો શું છે આ બિલ

Published

on

Code of Criminal Procedure Bill

 ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા ક્રિમિનલ પ્રોસિજર કોડ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં હવે કલમ 144નો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. ગુજરાતમાં હવે વિરોધ કરવો ભારે પણ પડી શકે છે. રાજધાની ગુજરાતમાં ઘણા સરકારી કર્મચારીઓ પોતપોતાની માંગણીઓ માટે આંદોલન પર ઉતર્યા હતા. ગાંધીનગર આંદોલનનું શહેર હોવાને કારણે વિવિધ જગ્યાએ આંદોલનો થઈ રહ્યા હતા. પોલીસે ગાંધીનગરમાં કલમ 144 લાગુ કરી હોવા છતાં કર્મચારીઓ તેમજ વિવિધ માંગોને લઈને લોકોએ વિરોધ પણ જારી રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ બિલ ગત વર્ષમાં 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, હવે જ્યારે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, તો પોલીસ આઈપીસીની કલમ 188 હેઠળ વિરોધ કરનાર સામે કાર્યવાહી કરી શકે છે. ગુજરાતમાં વિરોધ હવે ભારે પડી શકે છે કારણ કે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે માત્ર પોલીસ જ સરકાર સાથે ફરિયાદી બની શકશે.

માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું બિલ 

નોંધપાત્ર બાબત એ છે કે આ બિલ માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, હવે જ્યારે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, તો પોલીસ આઈપીસીની કલમ 188 હેઠળ વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. કલમ 144 લાગુ કરવાની સત્તા ગુજરાત સરકાર, પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ બિલ-2021ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. જો કલમ 144 સંબંધિત કોઈપણ નિયમનું ઉલ્લંઘન થશે 

આ પણ વાંચો: હિંદુ ધર્મમાં પૂજા પહેલા કેમ બનાવવામાં આવે છે સ્વસ્તિક, જાણો સાચી રીત અને મહત્વ

1973માં લાગુ કરવામાં આવી હતી કલમ
ભારતીય દંડ સંહિતાની કલમ 144 છે, 1973માં લાગુ કરવામાં આવી હતી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવ અથવા સંભવિત જોખમના કિસ્સામાં તાત્કાલિક અસરથી કટોકટીનાં પગલાં લેવાની સત્તા આ આપે છે. કલમ 144નો વ્યાપ વિશાળ છે. જે ત્રણ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધિત માટે મૂકવામાં આવે છે. 

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending