Connect with us

Updates

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી ભાજપની જીતની ખુશી વ્યક્ત કરી

Published

on

CM Bhupendra Patel expressed happiness for BJP's victory

ભાજપની પ્રચંડ જીત 182માંથી 156 જેટલી સીટો પર જોવા મળી છે ત્યારે આ જીત બદલ આજે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત વિધાનસાભની ચૂંટણીનો જનઆદેશ નક્કી થઈ ગયો છે. દેશના પીએમ નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે, બે દશકથી ચાલી આવેલી વિકાસ યાત્રાને શરુ રાખવાની છે. ગુજરાતના લોકોએ ફરી એકવાર ભાજપને રાજ્યના શાસનની જવાબદારી સોંપી છે. એકવાર ફરી લોકોએ પીએમ પર ભરોસો જતાવ્યો છે. એકવાર ફરી સાબિત થઈ ગયું છે કે, ગુજરાતના લોકો પીએમ પર પ્રેમ અને આશીર્વાદ વરસાવી રહ્યા છે.

ગુજરાતના લોકોને નરેન્દ્ર મોદીનું જ નેતૃત્વ જોઈએ છે. ભાજપાની જીત પાછળ કાર્યકર્તાઓની અથાગ મહેનત અને લગન તેમજ સંકલ્પ છે. ભાજપાનો દરેક કાર્યકર્તા એક સૈનિક બન્યો છે. 

ભાજપાનું ધ્યેય જનતાનો વિશ્વાસ બનાવી રાખવાનો છે. નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલીને સેવા જ સાધના મંત્ર છે. અમિત શાહ અને પીએમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. જેથી વિશેષ ધન્યવાદ હું આપું છે. તેઓ અમને સતત નિરંતર પ્રેરીત કરતા રહ્યા. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓએ બધાએ મળીને ગુજરાતમાં ભાજપની વિજય પતાકા લહેરાવી છે

આ પણ વાંચો: પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાના ફાયદા,જાણો પુસ્તકો તમારું જીવન કેવી રીતે બદલી શકે છે

Home page

Join Whatsapp Group

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending