ઝારખંડના પારસનાથમાં સ્થિત જૈન સમુદાયના પવિત્ર યાત્રાધામ સમ્મેદ શિખર પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, તે હવે પર્યટન સ્થળ નહીં હોય. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં તમામ પર્યટન અને ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ટ્વિટર દ્વારા આની જાણકારી આપી છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રણ વર્ષ પહેલા જારી કરેલા આદેશને પાછો ખેંચી લીધો છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા આજે 5 જાન્યુઆરીએ જારી કરાયેલા બે પાનાના પત્રના બીજા પાના પર લખવામાં આવ્યું છે કે, “ઈકો-સેન્સિટિવ ઝોન નોટિફિકેશનની કલમ-3ની જોગવાઈઓના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેમાં અન્ય તમામ પર્યટન અને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ સામેલ છે. રાજ્ય સરકારને એ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે છે.”
આ પણ વાંચો: ભારતભરમાં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે અપાય છે માટી
કેન્દ્ર સરકારે મોનિટરિંગ કમિટીની રચના કરી. રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે તેઓ આ કમિટીમાં સામેલ થવા માટે જૈન સમુદાયના બે સભ્યો અને સ્થાનિક આદિવાસી સમૂહમાંથી એક સભ્યને કાયમી સભ્ય તરીકે આમંત્રિત કરે.
જણાવી દઈએ કે સમગ્ર દેશમાં જૈન સમુદાય સરકાર દ્વારા જારી કરેલા 2019ના નોટિફિકેશનને રદ્દ કરવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યો છે. આ નોટિફિકેશનમાં સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. આ મુદ્દે સમાજના આગેવાનોનું કહેવું હતું કે આ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાથી ત્યાં દારૂ અને માંસાહારીનું સેવન શરૂ થઈ થશે જેનાથી સમાજની ધાર્મિક લાગણી દુભાશે.
આ પણ વાંચો: નગરપાલિકા ભરતી 2023
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે