Connect with us

Updates

નોટબંધી પર મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટે ફગાવી તમામ 58 અરજીઓ 

Published

on

Big decision on demonetisation

સુપ્રીમ કોર્ટે સોમવારે નોટબંધી પર પોતાનો ચુકાદો આપ્યો છે. કેન્દ્રની મોદી સરકારની નોટબંધીના પગલાને પડકારતી તમામ 58 અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે સરકાર અને અરજદારોની દલીલોને પાંચ દિવસ સુધી સાંભળ્યા બાદ 7 ડિસેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ નઝીરે તેમની નિવૃત્તિના બે દિવસ પહેલા નોટબંધી પર ચુકાદો આપ્યો છે.

5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એ.એસ. બોપન્ના, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ અને જસ્ટિસ બી.વી. નગરરત્નનો સમાવેશ થાય છે. આ પહેલા કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખતા કેન્દ્ર અને આરબીઆઈને નોટબંધી સંબંધિત તમામ દસ્તાવેજો અને રેકોર્ડ કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું.

બેન્ચે કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર એટર્ની જનરલ આર વેંકટરામણી, આરબીઆઈના વકીલ અને વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમ અને શ્યામ દિવાન સહિતના અરજદારોના વકીલની દલીલો સાંભળી હતી અને પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે નોટબંધીનો નિર્ણય મનસ્વી, ગેરબંધારણીય અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ નિર્ધારિત સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

1,000 અને 500 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણયને “ગંભીર રીતે ખામીયુક્ત” ગણાવતા ચિદમ્બરમે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકાર કાનૂની ટેન્ડર સંબંધિત કોઈ ઠરાવ પોતાની રીતે શરૂ કરી શકતી નથી અને તે ફક્ત આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની ભલામણ પર કરી શકાય છે. વર્ષ 2016ની નોટબંધીની કવાયતની પુનઃવિચારણા કરવાના સર્વોચ્ચ અદાલતના પગલાનો વિરોધ કરતાં, સરકારે કહ્યું હતું કે કોર્ટ એવા મામલાનો નિર્ણય ન કરી શકે, જયારે વીતેલા સમયમાં પાછા ફરીને કોઈ નોંધપાત્ર રાહત ન આપી શકાય.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ શિયાળાની રજાઓને કારણે બંધ હતી અને 2 જાન્યુઆરીથી ખુલી રહી છે. નોટબંધીના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટે એ જોવાનો પ્રયાસ કર્યો છે કે શું સરકારે ખરેખર આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે અચાનક દેશમાં નોટબંધી કરી દીધી હતી. આ અંતર્ગત 1000 અને 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં નોટો બદલવા માટે લોકોએ લાંબી કતારોમાં ઉભા રહેવું પડ્યું હતું.

આ પણ વાંચો: આદતો જે ખરેખર તમારું જીવન બદલી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending