Connect with us

Updates

UPI Payment: UPI પેમેન્ટ કરતા સમયે થઈ જાવ સાવધાન, આંખના પલકારામાં જ એકાઉન્ટ થઈ જશે સાફ

Published

on

UPI Payment

UPI Payment: : આજકાલ દેશના મોટાભાગના લોકો ડિજિટલ પેમેન્ટ (digital payment) પર આધાર રાખવા લાગ્યા છે. પાણી પૂરીના લારીવાળા પણ યુપીઆઈ દ્વારા પેમેન્ટ (Payment through UPI) સ્વીકારી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે એક નાની ભૂલ તમારા વર્ષોની મહેનતની કમાણી ખાલી કરી શકે છે. એટલા માટે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરતી વખતે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર નુકશાન ઉઠાવવા માટે તૈયાર થઈ જાવ. કેટલીક મહત્ત્વપૂર્ણ ટીપ્સને ફોલો કરીને તમે છેતરપિંડીથી બચી શકો છો. તેથી, સાવચેત રહીને જ ઓનલાઈન પેમેન્ટ મોડ અપનાવો.

UPI એડ્રેસ ન કરો શેર

હકીકતમાં તમારે યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે ડરવાની જરૂર નથી, પરંતુ તમારે થોડી સાવચેતી રાખવી પડશે. જેમ કે તમારે તમારું યુપીઆઈ (UPI) એડ્રેસ કોઈની સાથે શેર કરવાની જરૂર નથી. યાદ રાખો, તમારું યુપીઆઈ (UPI) એડ્રેસ ફોન નંબર, ક્યૂઆર કોડ અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) માંથી કંઈપણ હોઈ શકે છે. તેથી સાવધાની સાથે પેમેન્ટ કરો. તમારું યુઝર આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં. તેમજ કોઈને પણ તમારી યુઝર એપ્લિકેશન એક્સેસ કરવાની મંજૂરી આપશો નહીં. .ે

મજબૂત પાસવર્ડ બનાવો

આપને જણાવી દઈએ કે જો તમે મોટાભાગે યુપીઆઈ (UPI) દ્વારા પેમેન્ટ કરો છો, તો એક મજબૂત સ્ક્રીન લોક સેટ કરો. જો તમે Google Pay, PhonePe, Paytm નો ઉપયોગ કરો છો, તો પિન એવી રીતે બનાવો કે કોઈ તેને જોઈ ન શકે. એટલે તમારું નામ અથવા જન્મ તારીખ વગેરે પિન ન બનાવો. હેકર્સ તેના પરથી તમારા પિનનો અંદાજ લગાવે છે. ઉપરાંત, તમારે સમય સમય પર તમારો PIN બદલતા રહેવું જોઈએ. કારણ કે ઘણી વખત અજાણતા કોઈ સાથી તમને પિન નાખતા જોઈ લે છે, તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે..

આ પણ વાંચો: બેંક એકાઉન્ટમાંથી ગાયબ ન થઈ જાય તમારા રૂપિયા, આ સાયબર સેફ્ટી ટિપ્સને જરૂર ફોલો કરો

ફેક કોલ પણ એટેન્ડ ન કરો

આ દિવસોમાં સમગ્ર દિવસમાં સેંકડો ફેક કોલ્સ આવે છે. તેને અટેન્ડ કરવું જરૂરી નથી. એટલા માટે કોઈએ ભૂલથી પણ પોતાના UPI એકાઉન્ટ સાથે જોડાયેલી માહિતી શેર ન કરવી જોઈએ. હેકર્સ સામાન્ય રીતે લિંક શેર કરે છે અથવા કોલ કરીને તમારી વિગતો જાણવાનો પ્રયાસ કરે છે. આવી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં, PIN કે અન્ય કોઈ માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં.

આ પણ વાંચો: શું તમે પણ આ વસ્તુઓ ગૂગલ પર સર્ચ કરો છો? તમારે જેલમાં જવું પડી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending