Connect with us

Trending

અમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ એડિશન , હવે 599 રૂપિયામાં એક વર્ષ માટે ફિલ્મ અને વેબસિરીઝ જોઈ શકશો

Published

on

અમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ એડિશન

અમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ એડિશન : અમેઝોન દ્વારા 599 રૂપિયામાં એક નવો પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન એન્યુઅલ પ્લાન લોન્ચ કર્યો છે. આ એક સિંગલ યુઝ પ્લાન છે, જેમાં નવી ફિલ્મો, અમેઝોન ઓરિજિનલ, લાઇવ ક્રિકેટ અને બીજું ઘણું જોવા મળશે. નવા પ્લાન માટે સાઇન અપ પ્રાઇમ વીડિયો એપ અથવા વેબસાઇટથી તમે કરી શકો છો.

પહેલાંથી જ નેટફ્લિકસ, હોટસ્ટારનો મોબાઇલ પ્લાન

અમેઝોન પ્રાઇમ વીડિયો પહેલાં આ પ્રકારના પ્લાન Disney+ Hotstar અને Netflix બંને OTT પ્લેટફોર્મ લોન્ચ કરી ચૂક્યા છે. કંપની આ પ્લાન દ્વારા અમેઝોનના યુઝર્સ વધારી શકે છે. પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ગયા વર્ષે ભારતી એરટેલના સહયોગથી ટેલ્કો-પાર્ટનર પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે તે હવે તમામ યુઝર્સ લાભ લઇ શકે છે.

આ પણ વાંચો : ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન, જાણો ફીચર્સ અને કીંમત

480p ક્વોલિટીમાં જોવા મળશે વેબસિરીઝ

પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન ગ્રાહકોને સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) ક્વોલિટી સ્ટ્રીમિંગ પ્રદાન કરે છે. આ સાથે જ 480p ક્વોલિટીનો વીડિયો માત્ર નાની સ્ક્રીનને અનુકૂળ આવે છે. અમેઝોન અન્ય મોંઘા પ્લાન્સમાં 4K રિઝોલ્યુશન સુધી ઓફર કરે છે. અન્ય પ્લાનની જેમ આ પ્લાનમાં પણ ઑફલાઇન ડાઉનલોડિંગની સુવિધા ઉપલબ્ધ હશે. આ સિવાય ગ્રાહકોને IMDb પાવર્ડ એક્સ-રે સુવિધાઓ પણ આપશે.

સ્ટાન્ડર્ડ પ્રાઇમ મેમ્બરશિપની કિંમત 1,499 રૂપિયા

અમેઝોન પ્રાઇમ વીડિયોની સ્ટાન્ડર્ડ મેમ્બરશિપનો ખર્ચ વાર્ષિક 1,499 રૂપિયા છે. આ પ્લાન મલ્ટી-યુઝર એક્સેસ (પ્રોફાઇલ), સ્માર્ટ ટીવી સહિત તમામ ડિવાઇસ પર સ્ટ્રીમિંગ અને ઉચ્ચ રિઝોલ્યુશન (HD/UHD) સામગ્રી પ્રદાન કરે છે. Amazon.in પર ફ્રી ફાસ્ટ ડિલિવરી, પ્રાઇમ મ્યુઝિક સાથે એડ-ફ્રી મ્યુઝિક અને પ્રાઇમ રીડિંગ સહિત અન્ય તમામ પ્રાઇમ લાભો રૂ. 1,499ના પ્લાન સાથે ઓફર કરવામાં આવે છે.

Trending