શિક્ષક એ શિક્ષક નહિ, રાષ્ટ્ર નિર્માણ કરનાર ઘડવૈયા છે, તેવું ગાંધીનગર ખાતે યોજાયેલ શૈક્ષણિક અને વહીવટી અઘિવેશનમાં રાજયના શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું.
ગાંધીનગરની જે.વી.ચૌઘરી કોલેજ સંકુલ, સેકટર- ૭/સી ખાતે ખાતે જિલ્લા શિક્ષણાઘિકારીની કચેરી અને ગાંધીનગર જિલ્લા મા. અને ઉ.મા. શાળા આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શૈક્ષણિક અને વહીવટી અધિવેશનને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોરે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુક્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, શિક્ષકો રાષ્ટ્રના આઘાર સ્તંભ છે. દેશના નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર, સંસ્કારનું સિંચન કરવાનું, જ્ઞાનની જયોત પ્રજવલિત કરવાનું, રાષ્ટ્ર ભાવ જાગૃત્ત કરવાનું અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનું ઉમદા કાર્ય શિક્ષકો કરે છે. એટલે ચાણક્ય એ કહ્યું છે કે એક શિક્ષક સાઘારણ નથી હોતો.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાકાળમાં ઘોરણ- ૩ થી ૮ ના વિઘાર્થીઓને અભ્યાસમાં કચાસ રહી ગઇ હતી. તેવા વિઘાર્થીઓને વિશેષ સમય આપીને ભણાવવા માટે સમયદાન આપવાની વાતને પણ શિક્ષકોએ ઉત્સાહભેર વધાવી લીઘી છે. તે વાત જ શિક્ષકોનો પોતાના વિઘાર્થીઓ પ્રત્યેનો ભાવ પેદા કરે છે. સમયદાનના કાર્યમાં ગાંધીનગર જિલ્લો અગ્રેસર બન્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષક સંઘની માંગને સંતોષવા સરકાર કટિબઘ્ઘ છે. અનેક પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. જે પ્રશ્નનો ઉકેલ આવ્યો છે, તેના ઠરાવ – પરિપત્રો પણ ટુંક સમયમાં કરવામાં આવનાર છે. તે ઉપરાંત સમગ્ર રાજયની શાળાઓમાં આચાર્યની ઘટ છે, તે પ્રશ્નનો પણ ત્વરિત ઉકેલ આવશે. ખાલી જગ્યાઓ પર યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે, તેમજ વહીવટી કર્મચારીઓના પ્રશ્નનો પણ ઝડપી- સંતોષકારક ઉકેલ આવશે, તે વાત પણ તેમણે ભારપૂર્વક જણાવી હતી.
આ પણ વાંચો:ચાંપતી નજર રાખવા ત્રિ નેત્ર- અમદાવાદમાં લાગશે 6 હજાર સીસીટીવી કેમેરા
આ પ્રસંગે અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના મહામંત્રી ર્ડા. પ્રિયવદન કોરાટે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત માઘ્યમિક- ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ પ્રદિપસિંહ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિઘી સુરેશભાઇ ચૌઘરી દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌઘરી, અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખ અને મઘુર ડેરીના ચેરમેન ર્ડા. શંકરસિંહ રાણા, જિલ્લા શિક્ષણાઘિકારી ર્ડા. ભગવાનભાઇ પ્રજાપતિ સહિત આમંત્રિત મહાનુભાવો અને સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સ્વામી વિવેકાનંદજીના વિચારો યુવાનો સુધી પહોંચાડવા ‘સ્વામી વિવેકાનંદ સર્કિટ’ બનશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે