Updates
આયુષ્માન ભારત યોજના હેઠળ 6,589 કરોડના ક્લેમ સેટલમેન્ટ, ગુજરાત દેશમાં ટોપ પર

ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે. સરકારને ચિંતા છે કે રાજ્યનો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર અચાનક માંદગીના કારણે દેવાદાર ન થઈ જાય. રાજ્ય સરકાર આગામી સમયમાં આયુષ્માન યોજના હેઠળ 5 લાખથી 10 લાખનું વીમા કવચ વધારવા માટે કટિબદ્ધ છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે શરૂ કરવામાં આવેલી આયુષ્માન યોજના લોકો માટે વરદાન સાબિત થઈ છે. આયુષ્માન યોજનાનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા લોકોને મફત આરોગ્ય વીમો આપવાનો છે. આ યોજના હેઠળ, વર્ષ 2018 થી અત્યાર સુધીમાં, કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ જારી કરીને આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. જ્યારે દાવાની ચુકવણીના સંદર્ભમાં, ગુજરાત 6589 કરોડના દાવા-નોંધણી સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આયુષ્માન કાર્ડ હેઠળ, ગુજરાત લગભગ 34 લાખ દાવા સાથે દેશમાં ચોથા ક્રમે છે. આયુષ્માન કાર્ડ હેઠળ દાવાની નોંધણીની વાત કરીએ તો, લગભગ 34 લાખ દાવા સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે દાવાની ચુકવણીના સંદર્ભમાં, ગુજરાત 6589 કરોડના દાવા-નોંધણી સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં 1.67 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે. આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાત સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય (આયુષ્માન યોજના) અને મા યોજનાને એકીકૃત કરીને PMJAY માં યોજના લાગુ કરી છે. પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવરેજનો વ્યાપ પણ વધ્યો છે. હાલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ગુજરાતની 1974 સરકારી અને 853 ખાનગી હોસ્પિટલોમાં સર્જરીથી લઈને સારવાર સુધીની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 2891 અંગ દાનઃ દેશમાં નવમું
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23