Updates
ચાંપતી નજર રાખવા ત્રિ નેત્ર- અમદાવાદમાં લાગશે 6 હજાર સીસીટીવી કેમેરા

અમદાવાદમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, એસજી હાઈવે સહીતના બ્રિજ પર તેમજ અન્ય વિસ્તારોમાં કેટલાક સીસીટીવી કેમેરા જ બંધ હતા ત્યારે 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમનો અમલ કરાયો છે. ત્યારે રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લાધો છે. પ્રથમ તબક્કે ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાઈ રહ્યું છે. રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં 6 હજાર હાઈ ડેફિનેશન સીસીટીવી લગાવાશે
અમદાવાદના એસજી હાઈવે પરના તમામ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા નથી, જેથી પોલીસ માટે હિટ એન્ડ રનના વાહન ચાલકોને પકડવાનું અશક્ય હતું, પરંતુ હવે આગામી દિવસોમાં હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાઈ છે. ગમખ્વાર વાહનો ચલાવતા લોકો એક્સિડન્ટ કરીને ભાગી જતા હોય છે ત્યારે SG હાઈવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસેના ઓવરબ્રિજ પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
જાહેરમાર્ગો પર પણ સીસીટીવી લગાવવા ફરજીયાત
જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવા પણ ફરજીયાત છે. ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે લગાવવા ફરજીયાત છે.
આ પણ વાંચો: આયુષ્માન ભારત યોજના હેઠળ 6,589 કરોડના ક્લેમ સેટલમેન્ટ, ગુજરાત દેશમાં ટોપ પર
૮ મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ ૮ મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અિધનિયમ અનુસાર એકજ સમયે ૧ હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન 1 હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સી.સી. ટીવી કેમેરા લગાડવાના રહેશે.
આ પણ વાંચો: વર્ષ 2022માં રાજ્યના 12.72 લાખ લોકોએ 108 એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ લીધો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23